
साहित्य संगीत कला विहीन: साक्षात पशु पुच्छ विषाण हीन:
ખાવા માટે કમાવું, અને કમાયા પછી ખાવું-ભોગવવું, એ આજના યુગનો જીવનમંત્ર બનવા લાગ્યો છે. "માણવું" આજે ભુલાતું ચાલ્યું છે, ત્યારે વર્ચ્યુઅલ રીયાલીટીના યુગમાં જિંદગીને માણવાનો એક રસ્તો છે સાહિત્ય, સંગીત, કળા, ભ્રમણ, વગેરે.
અને છતાં, એ બીજી દુનિયા દરેક ભાવક માટે નોખી જ હોય છે. એટલે કમ્પ્યુટરાઈઝ્ડ વર્ચ્યુલ રિયાલિટી કરતાં આ એકદમ જુદી જ દુનિયા છે. કેમકે ભાવકનું પોતાનું હૃદય પણ એ દુનિયામાં એક આયામ હોય છે.
દિવસમાં કેટલીક ક્ષણોને સરકાવીને માણીએ છીએ જીવનને. વાંચન સાથે, મધુર સંગીત સાથે, અને કેનવાસ સાથે.
એમાંની કેટલીક ક્ષણો સાથે સહભાગી થવા આમંત્રણ છે...